ચોમાસાની સિઝનમાં જ ૫૦ ગામોને પીવાના પાણી માટે હેરાન થવું પડશે

પાણી પુરવઠા બોર્ડની જુન યોજના હેઠળ મચ્છુ-૧ ડેમમાંથી પાઈપલાઈન દ્વારા પાણી ૩૫ કી.મી દુર રાજકોટ નજીક આવેલા નવાગામ-આણંદપર સહિતના વિસ્તારોના પહોચાડવામાં આવે છે.સણોસરા જુઠા યોજના હેઠળ ૪૫ અને વાંકાનેર તાલુકાના ૫ મળીને કુલ ૫૦ ગામના લોકોને નર્મદાનું પીવાનું પાણી આ પાઈપલાઈન દ્વારા આપવામાં આવે છે.પરંતુ ભારે વર્સદ્મે કારણે મચ્છુ-૧ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલી પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું.અંદાજે ૪૦૦ મીટર જેવી પાઈપલાઈન પાણીમાં તણાઈ જવાથી છેલ્લા ૧૫ દિવસથી પાણી વિતરણની કામગીરી અટકી ગઈ છે.જેના કારણે ચોમાસાની સીઝનમાં જ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.આ મુદે સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મચ્છુ-૧ ડેમનો ઓવરફલો ચાલુ હોવાથી જે પાઈપલાઈન પુરના ધોવાઇ ગઈ છે તેનું રીપેરીંગ કામ કરવું હાલમાં શક્ય નથી ઓવરફલો બંધ થયાની સાથે જ રીપેરીંગ કામગીરી હાથ ધરાશે.

Comments
Loading...
WhatsApp chat