મોરબી : ડબલ સવારી મોટર સાઈકલ ચાલકે ટ્રક ડ્રાઈવરને હડફેટે લેતા મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

 મોરબીના બંધુનગર ગામ નજીક ડબલ સવારી મોટર સાઈકલ ચાલકે ટ્રક ડ્રાઈવરને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના બંધુનગર રોડ પર ટ્રક સાઈડમાં રાખીને ટ્રક ડ્રાઈવર દેવેન્દ્ર પ્રેમચંદ્ર શર્મા અને બીજા ડ્રાઈવર ઉપેન્દ્રભાઈ મહેન્દ્રસિંહ જાટ ચા-પાણી પીવા માટે ગયેલ હોય બાદમાં પરત ફરતા રોડ ક્રોસ કરતા હતા દરમિયાન પુરપાટ ઝડપે આવતા ડબલ સવારી મોટર સાઈકલ જીજે ૦૩ એચજી ૧૭૭૪ ના ચાલકે રોડ ક્રોસ કરીને જતા સહડ્રાઈવર રૂપેન્દ્રસિંહ જાટને હડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોચી હોય જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું તો મોટર સાઈકલમાં સવાર બંનેને ઈજા થઇ હોવાની ફરિયાદ દેવેન્દ્ર પ્રેમચંદ્ર શર્માએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. 

Comments
Loading...
WhatsApp chat