Billboard ad 1150*250

મોરબીના ચકચારી નાની સિંચાઈ કૌભાડમાં વધુ આઠ મંડળીઓના પ્રમુખની ધરપકડ

0 243
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જીલ્લામાં નાની સિંચાઇ યોજનાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો  જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં અધિકારી, પદાધિકારી, ધારાસભ્ય સહિતના અનેકની ધરપકડો પોલીસ દ્વારા કરવામાં આવી છે દરમિયાન મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા નાની સિચાઈ યોજનાના કૌભાંડમાં વાંકાનેર તાલુકાની જુદીજુદી આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરવામાં આવી છે 

Post ad 2

મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં પાણીની સંગ્રહ શક્તિ વધે તેના માટે તેને સરકાર દ્વારા કુલ મળીને ૩૦ કરોડ રૂપિયાના કામો મંજુર કરવામાં આવ્યા હતા જોકે સ્થાનિક અધિકારીઓઅને પદાધિકારીઓ દ્વારા મિલીભગત કરીને આ રકમમાંથી જળાશયો ઉતારવા સહિતની કામગીરી કરવાના બદલે માત્ર ને માત્ર સરકારી ચોપડા ઉપર કામગીરી બતાવી ને ખોટા બિલ બનાવીને તેના આધારે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી અને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું

જે મામલે જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના ઇન્ચાર્જ અધિકારી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા જે તે સમયે નિવૃત્ત ઇન્ચાર્જ અધિકારી, કોન્ટ્રાક્ટર તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય,જીલ્લા પંચાયતની સિચાઈ સમિતિના માજી ચેરમેનમ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ સહિતના આગેવાનો અને જુદી-જુદી મંડળીઓના હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ અન્ય મંડળીના આગેવાનો પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાથી તે આગોતર જમીન લેવા માટે હાઇકોર્ટમાં ગયા હતા પરંતુ હાઇકોર્ટે તેની આગોતરા માટેની અરજી ફગાવી દીધી હતી 

જેથી એ ડીવીઝન પોલીસ દ્વારા નાની સિચાઈ યોજનાના કૌભાંડમાં વાંકાનેર તાલુકાની શાન, ક્રિષ્ના, શિવશક્તિ, સર્વોદય સહીત જુદીજુદી આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરવામાં આવી છે જેમાં કાંતિભાઈ મોહનભાઈ વોરા રહે રતીદેવાડી, વિજયભાઈ કાનજીભાઈ બોસીયા રહે આંબેડકરનગર વાંકાનેર, નારણભાઈ જેઠાભાઈ સોલંકી રહે આરોગ્યનગર વાંકાનેર, ધર્મેશભાઈ લાલજીભાઈ દેલવાડીયા, રહે આરોગ્યનગર વાંકાનેર, ઈશ્વરભાઈ કલભાઈવોરા, રહે રતીદેવાડી, ઈસ્માઈલભાઈ રહીમભાઈ ચારોલીયા રહે લીંબડા, ઓસમાનભાઈ હયાતભાઈ ખોરજીયા રહે ચંદ્રપુર અને દીપકભાઈ કાન્તીભાઈ સોલંકી રહે અરણીટીંબા વાલાની ધરપકડ કરવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat