અનાથાશ્રમની બાળાઓએ મોરબી બી.ડીવીઝન પોલીસ મથકમાં રક્ષાબંધનની ઉજવણી કરી

Normal
0

false
false
false

EN-IN
X-NONE
GU

રક્ષા બંધન, એટલે ભાઇ બહેનના નિર્મળ પ્રેમની પ્રસાદી રાખડી…! મામુલી દોરો નથી….! સુતરનો રંગબેરંગી તાતણો નથી…! પણ ત્યાગનું મહામુલુ પવિત્ર પ્રતિક છે…! શણગાર છે….! બજારમાં વેંચાતી ભારે ભપકાદાર, ઝળાહળ કરતી ખર્ચાળ રાખડી કરતા હાથે કાંતેલા સુતરનો રંગીન તાતણો વધારે કિંમતી છે બાહ્યરૃપ કરતા તેના ગુણ પ્રભાવને પીછાણીએ એ જ છે રક્ષાબંધનની મહત્તા…!

આજ અંતરના આશિષ સાથે બહેન ઉમળકાભેર પોતાના ભાઇને કપાળે કુમકુમ તિલક કરી ચોખા, ચોડી, જમણે હાથે રાખડી બાંધે છે. અગર તો મોકલે છે અને ભાઇ પાસેથી પોતાના રક્ષણનું વચન માંગતા માંગતા આશિષ આપે છે.ત્યારે ભાઇ બહેને માંગેલા રક્ષણની ખાતરી આપતા યથાશકિત દક્ષિણા આપી બહેનને ખુશ કરે છે. રક્ષાબંધનના આદર્શ પવિત્ર પાઠો નવા યુગના ભાઇ બહેનોએ શીખવા જેવા છે.આજ રોજ મોરબી બી-ડીવીઝન પોલીસ મથકના અધિકારીઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી અનાથાશ્રમની બાળાઓ સાથે કરી હતી.જેમાં બી.ડીવીઝનમાં ફરજ બજાવતા અધિકારીઓએ રાખડી બંધાવીને બળોને મો-મીઠું કરાવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat