મોરબી : રાણીબા સહિતના ત્રણ આરોપીઓ હાજર થયા બાદ ધરપકડ, રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે

આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ

મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં રાણીબા સહિતના આરોપીઓ ફરાર હોય જે પૈકી આજે ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે પાંચ આરોપીએ કોર્ટમાં કરેલી આગોતરા જમીન અરજી રદ થઇ હતી દરમિયાન પોલીસે આરોપી ડી ડી રબારીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કર્યો હતો તો અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી હતી

જેમાં આજે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જે બનાવ મામલે ડીવાયએસપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓ ઝડપાયા છે અને એક આરોપી પકડવાનો બાકી છે તેમજ અજાણ્યા આરોપીઓને પકડવા પર બાકી છે જે બનાવમાં મારામારી બાદ સ્માર્ટ વોચ અને ૫૦૦ રૂપિયાની લૂંટને પગલે પોલીસે લૂંટની કલમનો ઉમેરો કર્યો હતો

પોલીસે ૫ દિવસના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે તો યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ પગરખું મોઢામાં લેવડાવ્યું હતું કે કેમ તેવા સવાલના જવાબમાં ડીવાયએસપી ઝાલાએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું તો બનાવ બાદથી ફરાર આરોપીઓ અત્યાર સુધી ક્યાં હતા તે સવાલના જવાબમાં પણ તપાસ ચાલતી હોવાનું જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.