મોરબી : હત્યાના ગુન્હામાં છ માસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે સુરજબારી નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જે અનુસંધાને મોરબી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.આલની સુચનાથી એસ.ઓ.જી. ના ફારૂકભાઈ પટેલ તથા અનિલભાઈ ભટ્ટને બાતમી મળતા નરેન્દ્રસિંહ જાડેજા સાથે સુરજબારી તા.ભચાઉ જઈ તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ મથકના હત્યાના ગુન્હામાં છ માસથી નાસ્તો ફરતો આરોપી અકબર ઉર્ફે જાકમ મામદ મુલ્લા રહે- ચોરાવાંઢ, સુરજબારી તા.ભચાઉ હાલ સુરજબારી મસ્જીદની પાછળ વાળો મળી આવતા એસ.ઓ.જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat