ટંકારામાં મોબાઈલ ચોરી કરનાર ઇસમ ઝડપાયો

 

ટંકારા પોલીસે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં મોબાઈલ ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરી થયેલ મોબાઈલ રીકવર કર્યો છે

 

ટંકારા પોલીસ મથકમાં મોબાઈલ ચોરીની તાજેતરમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને આધારે ટંકારા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં ચોરાયેલ મોબાઈલ ટંકારા દરગાહ પાસે રહેતા કાસમ ઉર્ફે કાસ્લો ઈબ્રાહીમ સુમરા પાસે હોવાની બાતમી મળતા આરોપીના ઘરે જઈને ચેક કરતા તેની ઝડતી તપાસ કરતા મોબાઈલ મળી આવ્યો હતો જે મોબાઈલ અંગે પૂછપરછ કરતા ચોરીનો હોવાનું કબુલ્યું હતું જેથી ટંકારા પોલીસે આરોપી કાસમ ઉર્ફે કાસ્લો ઈબ્રાહીમ સુમરા (ઉ.વ.૨૭) રહે ટંકારા કલ્યાણપર રોડ વાળાને ઝડપી લઈને ચોરી થયેલ મોબાઈલ કીમત રૂ ૨૩ હજારનો રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.