


હળવદનાં જુના ઈશનપુર ગામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોય જે મામલે દીકરીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે મરવા માટે મજબુર કર્યાનો તેમજ એટ્રોસિટી મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
જુના ઈશનપુર ગામના રહેવાસી નરશીભાઈ જોધાભાઇ બારસાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સંજય ઝીણાભાઈ સારોલાએ ફરિયાદીની દીકરી કાજલનો લગ્ન સંસાર ચાલવા નહિ દઈ દીકરીને ભોળવીને અવારનાવર લઇ જઈને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કરી અસહ્ય ત્રાસ આપી મરવા મજબુર કરી નાખતા તેની દીકરીએ આપઘાત કર્યો હતો પોલીસે મરવા મજબુર કર્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે