Billboard ad 1150*250 Billboard ad 1150*250

જીમખાનાની આડમાં ચાલતા ચાલતા જુગારધામ પર દરોડો, ૩૩ શખ્શોને ઝડપી લેવાયા

રોકડ ઉપરાંત ૫ બાઈક, ૩૨ મોબાઈલ અને પાંચ કાર સહીત ૨૧.૩૫ લાખનો મુદામાલ જપ્ત કરાયો, એલસીબી અને ટંકારા પોલીસની સંયુક્ત કાર્યવાહી

મોરબી જીલ્લામાં શ્રાવણ માસ પૂર્ણ થઇ ગયા બાદ હજુ પણ જુગારના હાટડાઓ ધમધમી રહ્યા છે જેમાં મોરબી ટંકારા હાઈવે પાર જીમખાનાની આડમાં ચાલતા જુગારધામ પર દરોડો કરીને એલસીબી તેમજ ટંકારા પોલીસની ટીમે ૩૩ શખ્શોને ઝડપી ૨૧.૩૫ લાખની મત્તા જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી વ્યાસની ટીમ તેમજ ટંકારા પીએસઆઈ એમ.ડી. ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે મોરબી રાજકોટ હાઈવે પર અનાસ હોટલમાં જીમખાનાની આડમાં જુગારનો અખાડો ચાલતો હોય જે બાતમીને પગલે એલસીબી અને ટંકારા પોલીસે સંયુક્ત કાર્યવાહી કારી દરોડો કર્યો હતો

જે દરોડામાં ધર્મેન્દ્ર દાનાભાઈ જારીયા, રમેશ લાલજીભાઈ પટેલ, મોબ્જી લવજી ડાંગી, મોંઘાલાલ મોદાજીભાઈ ડાંગી સુરેશ ચતુર માકસણા, પીયુષ વસંતભાઈ નિમાવત, લાભુ ભારતી બચું ભારતી ગોસાઈ, વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ નરશીભાઈ અઘારા, હાર્દિક વિનુભાઈ દેથરીયા, ઇકબાલ અભરામ સંઘી, કિશોર નાનજી કલોલા, રમેશ લીલાધર કાનાબાર, મનસુખ નટવર પટેલ, દેવેંગ કોવાનજી ડાંગી, હાસમ ઈસ્માઈલ સંધી, કાન્તિલાલ નાગજીભાઈ દેત્રોજા, અકીલ આમદ ઘાંચી, મનસુખ અંબારામ દેત્રોજા, બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા, મનોહરલાલ પુંજાજી ડાંગી, અશોક ઠાકરશી બારૈયા, વિશાલ હરીભાઈ મહેતા, વિજય વસંત નિમાવત, અક્રમ સલીમ સંઘી, યાકુબ ઊઆઆઆઁ ભટી. દિલાવરભાઈ હબીબભાઈ મોવર, શાહબુદીન રહ્મ્તુલ્લા સુરાણી, હિતેશ કાન્તિલાલ પટેલ, ભગવાનલાલ હીરાજી ડાંગી, રમેશ છગન અઘારા, વિઠલ રેવાભાઈ ગોધાણી, ઇકબાલ ગફુર મોવર, પ્રતિક રામજી પટેલ એમ કુલ ૩૩ ની અટકાયત કરવામાં આવી છે

જ્યારે દરોડા દરમિયાન પોલીસે રોકડ ૧,૬૨,૫૦૦ , ૩૨ મોબાઈલ કીમત ૯૩,૫૦૦ , ટેબલ નંગ છ કીમત ૬૦૦૦, રીવોલ્વીંગ ચેર ૧૮ નંગ કીમત ૫૦૦, સદી ખુરશી ૮ નંગ તેમજ સીસીટીવી મોનીટર કીમત ૧૦,૦૦૦, ડીવીઆર ૧૦,૦૦૦, પાંચ મોટરસાયકલ કીમત ૧,૪૦,૦૦૦, પાંચ કાર કીમત ૧૭ લાખ મળી કુલ ૨૧,૩૫,૧૦૦ નો મુદામાલ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat