મીની વાવાઝોડાએ મોરબી શહેર અને જિલ્લાને ધમરોળ્યું, જુઓ ક્યાં ક્યાં નુકશાની…..



મોરબી શહેર અને જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુરુવારે ઓચિંતો હવામાનમાં પલટો આવ્યો હતો બપોર બાદ હવામાન પલટાયું હતું અને મોરબી શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી તે ઉપરાંત માળિયા અને ટંકારા પંથકમાં વરસાદ વરસ્યો હતો
મોરબી અને વાંકાનેર શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો તે ઉપરાંત માળિયા તાલુકામાં પવન સાથે વરસાદ શરુ થયો હતો માળિયા તાલુકાના નવલખી, વવાણીયા, બગસરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો તેમજ ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો
માળિયા પંથકમાં વરસાદને પગલે મીઠાના અગરોને નુકશાન
માળિયા પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો જેને પગલે મીઠાના અગરોમાં નુકશાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે માળિયા તાલુકામાં મીઠા ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે અને કમોસમી વરસાદથી તૈયાર મીઠાને નુકશાન થયું છે
ઘઉં-જીરૂના પાકને નુકશાનથી ખેડૂતો ચિંતાતુર
કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે મોરબી-ટંકારા સહિતના તાલુકામાં હાલ ઘઉં અને જીરૂ સહિતના પાકોનું વાવેતર કરેલ હોય જે પાકને કમોસમી વરસાદથી નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ઉભા પાકો બચશે કે નહિ તે અંગે ખેડૂતો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે
વાવડી ચોકડીએ હોડીંગ્સ ઉડ્યા, સોલાર પેનલોમાં નુકશાની
મોરબીમાં ભારે પવનને કારણે વાવડી ચોકડીએ હોડીંગ્સ ઉડ્યા હતા તેમજ વાવડી રોડ પર આવેલ મકાનોમાં પવનને કારણે સોલાર પેનલોમાં નુકશાની જોવા મળી રહી છે પવનને કારણે અનેક સ્થળોએ નુકશાની થઇ રહી છે અને કુદરતના રૌદ્ર સ્વરૂપને જોઇને સૌ કોઈ ભયભીત થયા હતા
રાજપર રોડ પર લગ્ન મંડપ ઉડ્યો, આલાપ પાર્કમાં કથા મંડપ ઉડ્યો
મોરબીમાં બપોરે મીની વાવાઝોડું જોવા મળ્યું હતું જેને પગલે આલાપ પાર્કમાં કથા ચાલી રહી હતી જ્યાં કથા મંડપ ઉડી ગયો હતો તેમજ રાજપર રોડ પર આવેલ પાર્ટી પ્લોટમાં લગ્નનો મંડપ પડી ગયો હતો બંને સ્થળે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ મંડપ ઉડી તૂટી પડતા નુકશાની થવા પામી છે












