હળવદની : પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ

 

હળવદ પંથકની એક પરિણીતાને સાસુ, જેઠાણી અને નણંદ સહિતનાઓ કામકાજ બાબતે ત્રાસ આપતા હોય જે બાબતે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હળવદના  દલિતવાસની રહેવાસી અને હાલ ટંકારાના લજાઈ ગામે રહેતી જ્યોતિબેન હસમુખભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે આરોપી જેઠ ભરતભાઈ પરમાર, જેઠાણી લક્ષ્મીબેન ભરતભાઈ પરમાર, સાસુ રામુબેન પરમાર, કુટુંબી જેઠ રાજુભાઈ, કુટુંબી કાકાજી સસરા બીજલભાઈ પરમાર,  રહે. હળવદ વાળા તેમજ નણંદ કાંતાબેન બળવંતભાઈ, ગીતાબેન વાલજીભાઈ, મધુબેન પ્રવીણભાઈ એ તમામ આરોપીઓએ ઘર કામકાજ બાબતે મેણા ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

Comments
Loading...
WhatsApp chat