


મોરબી એસઓજી ટીમે પિસ્તલ સાથે એક ઈસમને હળવદ તાલુકાના રણછોડગઢ ગામેથી દબોચી લીધો છે જે આરોપી અગાઉ છોટા ઉદેપુર જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી પીઆઈ એસ.એન. સાટી અને તેની ટીમ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીને આધારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામની પ્રાથમિક શાળા પાસે જાહેરમાં આરોપી અમરશી સોમા કોળી (ઊવ ૩૩) રહે. રણછોડગઢ તા. હળવદ વાળાને ગેરકાયદેસર રીતે લાયસન્સ કે આધાર વગર દેશી બનાવટની પિસ્ટલ નંગ ૧ કીમત ૨૦,૦૦૦ મળી આવતા આરોપીની આર્મ્સ એક્ટ મુજબ અટકાયત કરવામાં આવી છે
આ કામગીરીમાં એસઓજી ટીમના પીઆઈ એસ.એન. સાટી, એએસઆઈ અનિલભાઈ ભટ્ટ, શંકરભાઈ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, કિશોરભાઈ મકવાણા, ફારૂકભાઈ પટેલ, પ્રવીણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયા જોડાયેલા હતા

