


રાવળદેવ સમાજ ના સ્મશાન પાસે ઓકળોઅને ગાંડા બાવળ રસ્તા પર હોવા થી રસ્તો બંધ થતા પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે
હળવદ ની વેગડવાવ રેલ્વે ફાટક નજીક વિચારી પાસે રાવળ સમાજ ના સ્મશાન આવેલુ છે સ્મશાન જવા ના રસ્તા પર પાણી નુ તળાવ છે અને ગાંડા બાવળો હોવા થી પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે રસ્તો કરાવવા મામલે રાવળ સમાજ દ્વારા પાલિકા ને આવેદનપત્ર આપ્યુ હતું
હળવદ રાવળદેવસમાજ ના સ્માશાન વેગડવાવ રેલ્વે ફાટક નજીક વિચારી તલાવ પાસે આવેલુ છે પરતુ ઘણા વર્ષો થી સ્મશાન ના રસ્તા પર ગાંડા બાવળ ના ઝુડ જામેલા છે અને બીજી બાજુ વિચારી ની પાણી ની તળાવ ભરેલુ છે ત્યારે હળવદ શહેર ના રાવળ દેવ સમાજ એ રસ્તો ખુલ્લો કરવા અને વિચારી તળાવે નાળુ બનાવવા મામલે હળવદ નગર પાલિકા ના ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપ્યું હતું આવેદન પત્ર મા જણાવ્યા પ્રમાણે કે અમારા સમાજ ના નુ કોઈ વાર અવસાન પામે ત્યારે અમારે સ્મશાન યાત્રા મા જવા માટે રસ્તા બંધ હોવાથી પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે અને તળાવ મા પડી જવા ની દહેશત છે ત્યારે અને બીજી બાજુ ઠેર ઠેર ગાંડા બાવળ ના ઝુડ જામેલા છે જેના કારણે અમારે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરેલ હતી આવેદનપત્ર મા રાજુભાઈ રાવળ સહીતના રાવળ સમાજ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા
હળવદ રાવળ સમાજ ના સ્મશાન મા રસ્તા મામલે સમાજ ના આગેવાન સ્મશાન ખાતે દોડી ગયા

