મોરબીમાં વરિષ્ઠ નાગરિકો માટે માનસિક સુખાકારી સેમીનાર યોજાશે

 

હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા વડીલોની માનસિક સુખાકારી માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ૫૫ વર્ષથી ઉપરની ઉમરના તમામ નગરજનોએ લાભ લેવા યાદીમાં જણાવ્યું છે

 

હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા તા. ૧૮ માર્ચના રોજ બપોરે ૪ થી ૬ કલાક સુધી ૧/૩ કાયાજી પ્લોટ, ધન્વન્તરી ભવન, મોરબી ખાતે માનસિક સ્વાસ્થ્યની સુખાકારી માટે સેમીનાર યોજાશે સંસ્થાના વડીલો સેમીનારમાં હાજર રહે તેવું સંસ્થાએ જણાવ્યું છે માનસિક સ્વાસ્થ્યના સેમીનારમાં ડીપ્રેશન, ડીમેનશીયા, અલ્ઝાઈમર અને ઉન્ધની સમસ્યાઓનો ઉકેલ તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવશે તેમ ડો. બી કે લહેરુની યાદીમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.