મોરબી જીલ્લામાં ૧૦૮-ફાયર જેવી ઈમરજન્સી સેવાઓના લાઈવ ડેમોસ્ટ્રેશન

આપદામિત્રોની ટીમને ઈમરજન્સી સેવાઓ અંગે આપી માહિતી

ગુજરાત સરકારનાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ડીઝાસ્ટર મેનેજમેંટ શાખા દ્રારા મોરબી જિલ્લા ખાતે “આપદામિત્ર” નામનો પ્રોજેક્ટ શરુ કરવામાં આવેલ છે, જેમા જિલ્લા અને તમામ તાલુકા કક્ષાએ 5-5 એમ કુલ 36 સ્વયંસેવકોને પસન્દ કરવામાં આવેલ છે. તમામ સ્વયંસેવકોને તરવાની તેમજ શોધ અને બચાવની તાલીમ સરકારશ્રી દ્રારા SDRF વડોદરા અને સુરત ખાતે આપવામાં આવેલ છે તેમજ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્રારા તમામ આપદામિત્રોને આઇ કાર્ડ તેમજ પ્રમાણપત્રો પણ આપવામા આવશે. સમગ્ર ગુજરાત રાજ્યનાં તમામ જિલ્લાઓમાં “આપદામિત્ર” પ્રોજેક્ટ શરુ કરી દેવામાં આવેલ છે. જેનુ ઉદ્ઘાટન મુખ્ય્મંત્રી વિજયભાઇ રુપાણીના હસ્તે કરવામાં આવેલ છે.

ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી, કલેક્ટર કચેરી મોરબી દ્રારા જિલ્લાનાં તમામ આપદામિત્રો માટે આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 108 ઇમરજન્સી સેવા અને ફાયર બ્રીગેડનું પ્રદર્શન રાખવામાં આવેલ હતુ. જેમાં કુલ 36 આપદામિત્ર સ્વયંસેવકો અને GRD જવાનોને 108 ઇમરજન્સી સેવા અને ફાયર બ્રીગેડ ની કામગીરી અને સાધનો વિશે વિગતવાર લાઇવ ડેમો સાથે સમજાવવામાં આવેલ હતું. 108 ઇમરજન્સી સેવામાથી પૂજાબેન દ્રારા 108 ની કામગીરી, CPR, First Aid, 108 ના વિવિધ ઉપકરણો વગેરે વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી. 108 ની નવી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પણ આ સાથે સ્માર્ટ ફોનના ઉપયોગથી બતાવવામાં આવેલ હતો.

કોઇ ઇમરજંસી જેવી કે, આગ લાગવી, એક્સીડેંટ થવો, કોઇ વ્યક્તી પાણીમાં દુબી જાય ત્યારે તેને કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રીગેડની ટીમ માથી વસંતભાઇ અને હર્ષભાઇ દ્રારા ફાયર બ્રીગેડનાં સાધાનો, શોધ અને બચાવ કામગીરી વગેરે વિશે વિસ્ત્રુત માહિતી આપવામાં આવી હતી.

અંતમાં ફાયર બ્રીગેડની ટીમ દ્ર્રારા તમામ ફાયર બ્રીગેડ્નાં સાધનોનું લાઇવ ડેમોંસ્ટ્રેશન આપવામાં આવેલ હતુ. મોરબી જિલ્લાનાં આપદામિત્રોને ડીઝાસ્ટર મેનેજમેંટની તમામ માહીતી મળે અને કોઇપણ આપત્તિ સમયે તંત્ર તેમજ જિલ્લાનાં રહિશો ને મદદરુપ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજ્વામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ડીઝાસ્ટર મેનેજમેંટનાં ડી.પી.ઓ રવિકાન્ત પરમાર અને GRD શાખાના પી.એસ.આઇ. જી.એમ. ડાંગર ઉપસ્થીત રહ્યાં હતાં.

Comments
Loading...
WhatsApp chat