


મોરબી શહેરમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે અને સ્વચ્છતા પ્રત્યે નગરજનોમાં જાગૃતતા કેળવાય તેવા હેતુથી સ્વચ્છતાની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને ૧૦૦ રૂપિયાથી લઈને ૨૦૦૦ સુધીનો દંડ તેમજ પાણીનો બગાડ, ગંદુ પાણી રસ્તા પર વહેડાવવા બાદલ ૫૦૦ થી લઈને ૨૫૦૦ સુધી દંડ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં પ્લાસ્ટિક ઝબલા અને પાણીના પાઉચના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
મોરબીના શહેરી વિસ્તારના દુકાનધારકો, શાકભાજીના વેપારીઓને પ્લાસ્ટિક બેગ ૫૦ માઈક્રોન સિવાય બેગ ના વાપરવા માટે વેપારીઓને ચેતવણી આપવામાં આવે છે અને નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે તેમજ આવા પ્લાસ્ટિક બ્ગેગ, માવાના પ્લાસ્ટિક કાગળો અને ઝબલા નાગરિકો દ્વારા જ્યાં ત્યાં રસ્તા પર ફેંકવામાં આવે છે જેથી ગંદકીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે
ત્યારે મોરબીના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ આવી પ્રવૃતિઓને અટકાવ માટે ગુજરાત મ્યુનીસીપલ એક્ટ ૧૯૬૩ ની કલમ હેઠળ મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં આ હુકમનો ઉલ્લંઘન કરનાર સામે કાયદાની કલમ સીઆરપીસી ૧૩૩ હેઠળ તેમજ અન્ય જોગવાઈઓ હેઠળ પગલા લેવામાં આવશે અને જાહેર ન્યુસન્સ ઉભું કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે
તે ઉપરાંત સરકારના સંપૂર્ણ સ્વચ્છ ભારતના અભિયાનને સાર્થક કરવા માટે મોરબી શહેરમાં જાહેર રસ્તા, રહેણાંક વિસ્તારો, વાણીજ્ય એકમોને નિયત કરેલ સ્ટાનડર્દ મુજબ ના હોય તેવા પ્લાસ્ટિક કપ, તમામ પ્રકારના પાઉચ અને પ્લાસ્ટિક થેલીઓનો યોગ્ય નિકાલ ના થવાથી વરસાદી ગટરમાં અડચણ થવાથી પાણીનું વહન થતું નથી જેથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ માં જણાવેલી જોગવાઈ વિરુદ્ધની પાતળા પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટીકના તમામ પ્રકારના પાઉચ અને પ્લાસ્ટિક પેકિંગ ઉત્પાદન, સંગ્રહ અને વાપરવા તેમજ વેચાણ પર પ્રતિબંધ લગાવાયો છે જે જાહેર નોટીસનું ઉલ્લંઘન કરનારને ૧૩૩ કલમ હેઠળ ન્યુસન્સ ઉભી કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે

