હળવદ : મોગલ માતાજી વિરુદ્ધ ટીપ્પણીના વિરોધમાં ચારણ ગઢવી સમાજે આવેદન પાઠવ્યું

આરોપીને સજા નહી થાય તો મોગલ સેના રસ્તાઓ પર ઉતરી આવસે : ચીમકી

 

સમગ્ર ગુજરાતમાં ચારણ ગઢવી સમાજ ની કળિયુગ માં હાજરા હજુર ગણાતી માં અાઈ શ્રી મોગલ માતાજી વિરુદ્ધ ટિપ્પણી એલફેલ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ફેસબુક તથા સોશિયલ મીડિયા ના માધ્યમથી “અપના અડ્ડા “ગ્રુપ માં ટિપ્પણી કરી ચારણ સમાજ સહિત હિન્દુ સમાજ ની લાગણી દુભાવી છે આવુ વૈયમન્ષય પેદાકરી ઉલ્લંઘન કરીને જે બાબતે આવા શખ્સો સામે કડક માં કડક હાથે કાર્યવહી કરી જાહેરમાં સરભરા કરાય તેવી ચારણસમાજ તથા મોગલ સેના ની લાગણી છે

 

જેમાં 1મનીષ મંજુલાબેન ભારતિયા 2 સદાય મલિક 3રાહુલ રાવણ 4 રવીન્દ ભારતીય 5 કુણાલ પરમાર 6 અલ્પેશ મોજીલા 7 અમાનુષ વર્મા 8 દિનેશ બોધ 9 મીતલ મકવાણા વિગેરે શખ્સો દ્વારા જગતજનની આઈ માં મોગલ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ધામિક આસ્થા લાગણી દુભાવી છે તે માટે હળવદ મોગલ સેના દ્વારા હળવદ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવામાં આવી હતી આ રજુઆત કરવામાં ગુજરાત ના નામી હાસ્ય સમ્રાટ સાહિત્ય કલાકાર હકાભા ગઢવી ભજન સમ્રાટ જયમંતભાઈ દવે અનિલભાઈ ગઢવી હકામહારાજ ભુપતભાઈ ગઢવી અજીતસિંહ રાઠોડ ભરતસિંહ ચોહાણ મનીષભાઈ સહિત ના લોકોએ રજુઆત કરી હતી

Comments
Loading...
WhatsApp chat