મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જયંતીભાઈ પટેલની વરણી

 

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જયંતીભાઈ જે પટેલની નિમણુક કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની ભલામણથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનિયા ગાંધીના આદેશથી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જયંતીભાઈ પટેલને જવાબદારી સોપવામાં આવી છે

જયંતીભાઈ પટેલ હાલ કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યરત હતા અને ચાલુ વર્ષ વિધાનસભા ચુંટણી યોજાનાર છે ત્યારે જયંતીભાઈ પટેલને જીલ્લા પ્રમુખની જવાબદારી સોપવામાં આવી છે જે નિમણુક બદલ જીલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat