હળવદના કેદારીયા પુલ પર ટ્રક અને એકટીવા અથડાતા આશાસ્પદ વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે મોત

 

હળવદ તાલુકાના  હળવદ માળીયા હાઈવે પર આવેલ કેદારીયા પુલ પાસે ટ્રકચાલકે એક્ટિવાને અડફેટે લેતા કોલેજીયન યુવતીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે બીજી યુવતીને સામાન્ય ઈજા પહોંચી છે

જાણવા મળતી માહિતી મુજબ ‌હળવદ તાલુકાના સુસવાવ ગામેથી શ્રૃતિ દુર્લભજીભાઈ કાલરીયા ઉ.૧૯ અને તેની બહેનપણી કુપાલી બન્ને બીએસસીમાં અભ્યાસ કરતી હોય જે હળવદ કોલેજ જતી હોય ત્યારે કેદારીયા પુલ પર ટ્રકચાલકે એકટીવાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં શ્રૃતિ દુર્લભજીભાઈ કાલરીયા  ઉ.૧૯ રહે.સુસવાવ (ઉમિયા નગર) નું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જ્યારે કૃપાલીને સામાન્ય ઈજા પહોંચી હતી

ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે આવી તાત્કાલિક હળવદ  સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ શ્રુતિનું મોત થયું હતું બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રકચાલક ટ્રક મૂકી નાસી ગયો હોય જેની વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat