શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી દ્વારા ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ: સાયન્સ ફોર સેફર લિવિંગ’ અંતર્ગત ભવ્ય સાયન્સ ફેરનું આયોજન

            આજના સમયમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ અને જે સૌંદર્ય પ્રસાધનો (Cosmetics) વાપરીએ છીએ, તે કેટલા સુરક્ષિત છે? આ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી દ્વારા એક વિશેષ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

​આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ અને હાનિકારક રસાયણો વિશે વૈજ્ઞાનિક રીતે માહિતગાર કરવાનો છે.

​નાગરિકો માટે ખાસ ઓફર:

આ સાયન્સ ફેરમાં આવનાર દરેક મુલાકાતી પોતાના ઘરેથી નીચે મુજબની વસ્તુઓના સેમ્પલ (નમૂના) સાથે લાવી શકે છે. કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સ્થળ પર જ તેનું નિ:શુલ્ક (Free) ટેસ્ટિંગ કરી આપવામાં આવશે.

​ટેસ્ટિંગ માટેની વસ્તુઓની યાદી:

​૧. ખાદ્ય પદાર્થો (Food Items):

​દૂધ (Milk)

​ઘી (Ghee)

​ખાદ્યતેલ (Edible Oil)

​મધ (Honey)

​ચોખા / ભાત (Rice)

​હિંગ (Asafoetida)

​આયોડિનયુક્ત મીઠું / સામાન્ય મીઠું (Salt)

​કોપરેલ (Coconut Oil)

​માત્ર લીલા કલરના શાકભાજી (Green Vegetables – Malachite Green detection)

​કાળા મરી (Black Pepper)

​કોફી (Coffee)

​આઈસ્ક્રીમ (Ice Cream)

​પીળા કલરની વસ્તુઓ: મીઠાઈ, લાડુ, જલેબી, સરબત, દાળ, હળદર, ગોળ, તૈયાર ચા.

​૨. કોસ્મેટિક્સ / બ્યુટી પ્રોડક્ટ્સ:

​નેલ પોલિશ (Nail Polish)

​કોમ્પેક્ટ (Compact Powder)

​મોઈશ્ચરાઈઝર (Moisturizer)

​નેલ પોલિશ રીમુવર (Nail Polish Remover)

​લિપસ્ટિક (Lipstick)

​આઈ શેડો (Eye Shadow)

​મસ્કરા (Mascara)

​કાર્યક્રમની વિગત:

​તારીખ: 18, 19 Feb. 2026

​સમય: 7:30 AM to 12:30 PM

​સ્થળ: કન્યા છાત્રાલય કેમ્પસ, મોરબી  

​શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ પરિવાર મોરબીની જનતાને “ભેળસેળ મુક્ત ભોજન અને કેમિકલ મુક્ત જીવન” માટે આ જ્ઞાનવર્ધક કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.

​(પ્રિન્સિપાલશ્રી- આરતી રોહન )

શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી

Leave A Reply

Your email address will not be published.