

આજના સમયમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ અને જે સૌંદર્ય પ્રસાધનો (Cosmetics) વાપરીએ છીએ, તે કેટલા સુરક્ષિત છે? આ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી દ્વારા એક વિશેષ ‘સાયન્સ ફેર‘ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ અને હાનિકારક રસાયણો વિશે વૈજ્ઞાનિક રીતે માહિતગાર કરવાનો છે.
નાગરિકો માટે ખાસ ઓફર:
આ સાયન્સ ફેરમાં આવનાર દરેક મુલાકાતી પોતાના ઘરેથી નીચે મુજબની વસ્તુઓના સેમ્પલ (નમૂના) સાથે લાવી શકે છે. કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સ્થળ પર જ તેનું નિ:શુલ્ક (Free) ટેસ્ટિંગ કરી આપવામાં આવશે.
ટેસ્ટિંગ માટેની વસ્તુઓની યાદી:
૧. ખાદ્ય પદાર્થો (Food Items):
દૂધ (Milk)
ઘી (Ghee)
ખાદ્યતેલ (Edible Oil)
મધ (Honey)
ચોખા / ભાત (Rice)
હિંગ (Asafoetida)
આયોડિનયુક્ત મીઠું / સામાન્ય મીઠું (Salt)
કોપરેલ (Coconut Oil)
માત્ર લીલા કલરના શાકભાજી (Green Vegetables – Malachite Green detection)
કાળા મરી (Black Pepper)
કોફી (Coffee)
આઈસ્ક્રીમ (Ice Cream)
પીળા કલરની વસ્તુઓ: મીઠાઈ, લાડુ, જલેબી, સરબત, દાળ, હળદર, ગોળ, તૈયાર ચા.
૨. કોસ્મેટિક્સ / બ્યુટી પ્રોડક્ટ્સ:
નેલ પોલિશ (Nail Polish)
કોમ્પેક્ટ (Compact Powder)
મોઈશ્ચરાઈઝર (Moisturizer)
નેલ પોલિશ રીમુવર (Nail Polish Remover)
લિપસ્ટિક (Lipstick)
આઈ શેડો (Eye Shadow)
મસ્કરા (Mascara)
કાર્યક્રમની વિગત:
તારીખ: 18, 19 Feb. 2026
સમય: 7:30 AM to 12:30 PM
સ્થળ: કન્યા છાત્રાલય કેમ્પસ, મોરબી
શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ પરિવાર મોરબીની જનતાને “ભેળસેળ મુક્ત ભોજન અને કેમિકલ મુક્ત જીવન” માટે આ જ્ઞાનવર્ધક કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
(પ્રિન્સિપાલશ્રી- આરતી રોહન )
શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી

