

“ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ) ગાંધીનગર” દ્વારાં પ્રેરિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર (ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ ) મોરબી દ્વારાં “21 સપ્ટેમ્બર ” એટલે “વિશ્વ અલ્ઝાઈમર દિવસ ” નાં અનુસંધાને યોજેલ પ્રશ્નોત્તરી સ્પર્ધા કેટેગરી મુજબ આપેલ પ્રશ્નનાં જવાબનો વિડીયો બનાવી મોકલી આપો.
(અલ્ઝાઈમર એટલે ભૂલવાં ની બિમારી) (ડિમેન્સિયા એટલે ચિત્ત ભ્રમ ) કેટેગરી મુજબ આપેલ પ્રશ્ન પર આપનાં યોગ્ય ઉત્તર આપો.
- કેટેગરી :- 1 ધોરણ :- 1, 2, 3, 4 માટે પ્રશ્ન:-
Q:-1- તમને સ્કૂલ અને ઘરે આપેલ કાર્ય યાદ રહે છે ? તે યાદ રાખવા શું કરો છો.
- કેટેગરી :- 2 ધોરણ:-5, 6, 7, 8
Q:-2:- અલ્ઝાઈમર ( ભુલી જવાં ની બિમારી) અને ડિમેન્સિયા ( ચિત ભ્રમ ) નાં દર્દી સાથે તમે કેવું વાણી- વર્તન કરશો ?
- કેટેગરી :-3 ધોરણ :- 9,10,11,12 માટે પ્રશ્ન:-
Q:-3 :- અલ્ઝાઈમર નાં પ્રારંભિક લક્ષણો અને તે થવાં નાં કારણો તથા ઉપચાર જણાવો.
- કેટેગરી :-4 શિક્ષકમિત્રો , તજજ્ઞો, કૉલેજ સ્ટુડન્ટ તથા વાલીશ્રીઓ માટે પ્રશ્ન:-
Q:-4:- અલ્ઝાઈમર રોગી ની સારવાર કઈ રીતે કરશો ? કેટલી ઉંમર માં કેટલું પ્રમાણ હોય છે ?
અલઝાઈમર અને ડિમેન્સિયા નાં લક્ષણો જણાવો..
ઉપરોકત પ્રશ્નો નાં યોગ્ય ઉત્તર નો શોર્ટકટ વિડીયો ફિલ્મ તારીખ 21 /9/ 2025 સાંજે 6=00 સુધી માં નીચેનાં વૉટસપ નંબર 98249 12230 / 97279 86386 પર મોકલી આપો
અલ્ઝાઈમર એટલે ભૂલી જવાની બીમારી આ સ્પર્ધા ની જાણ આપના મિત્ર-સર્કલ તથા અન્ય ગૃપ માં જરૂર કરશો.
આભાર સહ ધન્યવાદ
દિપેનભાઈ ભટ્ટ
” ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર ગાંધીનગર” પ્રેરિત
“આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી.ટેક. હાઈસ્કૂલ રૂમ નં ૨૦૨ મોરબી

