


જબલપુર ગામે આઈસર ચાલકે રોડ સાઈડમાં ઉભેલી રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેસેલ સાસુ, સસરા, સાળાના પત્નીને ઈજા પહોંચી હતી જયારે સાળાના દીકરાને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું છે
મોરબીના શનાળા બાયપાસ પાસે રહેતા સંજયભાઈ ગંગારામભાઈ ઉધરેજા (ઉ.વ.૩૦) વાળાએ આઈસર જીજે ૦૭ વાયવાય ૫૦૨૫ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આઈસર ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી મોરબી રાજકોટ હાઈવે પર જબલપુર ગામના પાટિયા પાસે ફરિયાદીની અતુલ કેરી રીક્ષા જીજે ૧૨ એવાય ૧૪૭૦ રોડ સાઈડમાં ઉભી હતી જેને પાછળ ભટકાડી અકસ્માત સર્જ્યો હતો
જે અકસ્માતમાં ફરિયાદીના સાસુ લીલાબેન હકાભાઇ માંગડીયાને માથામાં ટાંકા અને ડાબા ખંભે ફ્રેકચર જેવી ઈજા તેમજ સાળા નવલભાઈના પત્ની જયશ્રીબેનને હાથમાં ફ્રેકચર જેવી ઈજા અને સસરા હકાભાઇને શરીરે મુંઢ ઈજા પહોંચી હતી તેમજ ફરિયાદીના સાળા નવલભાઈના દીકરા હરી (ઉ.વ.૦૯) વાળાને પગમાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

