

મોરબી માં કેરાલા સ્ટોરી-2 ની શુલ્ક દીકરી ઓ ને ઉદ્યોગપતિઓ અને સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા મુવી દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, ભાજપ અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, પાટીદાર સમાજ અગ્રણી અનિલભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, નવયુગ સંકુલના પ્રમુખ પી ડી કાંજીયા, તેમજ આર્યવ્રત કોલેજ મોરબીના આર્થિક સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે
યુવા પેઢીમાં જાગૃતિ અને સચેતનતા વધે તેવા હેતુથી એક અર્થપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં દીકરીઓ અને યુવતીઓ સુરક્ષિત, સજાગ અને સશક્ત બને તે સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ ભાવનાને કેન્દ્રમાં રાખીને કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે “The Kerala Story 2” ફિલ્મનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવનાર છે
આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ આજના સમયમાં સમાજ સામે ઊભા થતા કેટલાક સંવેદનશીલ પ્રશ્નો અને તેની પાછળની વાસ્તવિકતાઓ વિશે વિચારવા પ્રેરણા આપે છે. યુવા દીકરીઓને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની સમજ, ગેરમાર્ગે દોરતી પરિસ્થિતિઓ સામે સજાગ રહેવાની પ્રેરણા અને પોતાની સુરક્ષા વિશે જાગૃત બનવાની પ્રબળ સમજ મળે એ આ આયોજનનો મુખ્ય હેતુ છે.
આવા કાર્યક્રમો દ્વારા યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે, સાચું-ખોટું ઓળખવાની સમજ વિકસે અને તેઓ પોતાના જીવનના નિર્ણયો વધુ સમજદારીથી લઈ શકે એ જ આ પ્રયાસનો મૂળ ઉદ્દેશ્ય છે. મહિલા દિવસ માત્ર એક તહેવાર કે ઉજવણી ન રહી, પરંતુ સમાજમાં સુરક્ષા, સન્માન અને સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો દિવસ બને એ ભાવના સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે
નોંધ:-આ મુવી 25 વર્ષ થી નાની દીકરીઓ માટે છે તો એ દીકરીઓ એજ રજીસ્ટ્રેશન કરાવવું
આ મુવી
બપોરે 3 વાગે
સાંજે 6 વાગે
રાત્રે 9 vage
આમ 6 શૉ નું એક દિવસ પૂરતું આયોજન કરેલ છે
રજીસ્ટ્રેશન કરવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવા વિનંતી.
📞 9512410064
📞 9687625100

