



માનવ કલ્યાણ મંડળ ગુજરાત ટ્રસ્ટ દ્વારા રાજસ્થાન હોસ્પિટલના સહયોગથી આગામી તા. ૨૨ ને બુધવારના રોજ સવારે ૦૮ : ૩૦ થી બપોરે ૦૧ : ૩૦ કલાકે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સ્વાગત હોલ, કેનાલ રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે
જે નિદાન કેમ્પમાં હૃદયને લગતી બીમારી, હાડકાના રોગો, પેટ, આંતરડા, લીવર બીમારી તેમજ કરોડરજ્જુ અને મણકાના રોગોની વિનામૂલ્યે રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોની ટીમ તપાસ કરી આપશે તેમજ કેમ્પમાં બાળકોને વિટામીન એ ટેબ્લેટ તથા દરેક ગર્ભવતી મહિલાઓને મલ્ટી વિટામીન ટેબ્લેટ સંસ્થા દ્વારા નિશુલ્ક આપવામાં આવશે તેમજ ડાયાબીટીની તપાસ વિનામૂલ્યે કારી આપવામાં આવશે નિશુલ્ક કેમ્પનો લાભ લેવા નામ નોંધાવવા માટે સંસ્થાના મુકેશભાઈ મેરજા, ગીતાબેન પટેલ અને વિભાબેન પટેલનો સંપર્ક કરવા જણાવ્યું છે



