નવલખી બાયપાસ પાસે કેમિકલ કન્ટેર પલટી મારી ગયું

ટ્રાફિક જામ પોલીસ દોડી ગઈ

મોરબીના અકસ્માત ઝોન બની ગયેલા નવલખી ફાટક નજીક ડીવાઈડર સાથે અથડાયા બાદ કન્ટેર પલટી મારી ગયું હતા અને કન્ટેર પલટી મારી જતા રોડ બ્લોક થતા ટ્રાફિકજામ સર્જાયો છે જેથી ટ્રાફિક ક્લીયર કરાવવા પોલીસ મથામણ કરી રહી છે

મોરબીના નવલખી ફાટકથી આર.ટી.ઓ તરફ જતા રોડ પર વચ્ચે આવતી ડીવાઈડર સાથે એક ક્ન્ટેર અથડાયા બાદ પલટી મારી મોડી રાત્રીના સમયે કન્ટેર રોડ પર ઊંઘા પડતા વહેલી સવારે ચક્કાજામ સર્જાયો હતો જકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી

તો ટ્રાફિક શાખાના પીએસઆઈ પી.આર.વાઘેલા સહિતની ટીમ દોડી ગઈ હતી અને ક્રેઇન બોલાવી ક્રેઇનની મદદથી ટ્રાફિક ક્લીયર કરાવવા મથામણ કરી રહ્યા છે તો આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે

તો આ કન્ટેરમાં કેમિકલ ભરેલ હોવાથી હાઇવે પર કેમિકલ ઢોરાયું હતું અને એક જ સાઈડ થી વાહનો ચાલતા હતા

Comments
Loading...
WhatsApp chat