



મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય તેમજ મોરબી તાલુકા પંચાયતમાં ટીડીઓની પોસ્ટ ચાર્જમાં ચાલતી હોય જેથી આ બંને જગ્યાઓ ભરવા ધારાસભ્ય દ્વારા પુનઃ રજૂઆત કરવામાં આવી છે
મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના પંચાયત મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રની મોટામાં મોટી નગરપાલિકા એવી મોરબી પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા લાંબા સમયથી ખાલી છે અને ચાર્જથી આ જગ્યા ચાલી રહી છે જેથી વહીવટી કામો ખોરંભે ચડે છે તેમજ ભૂગર્ભ ગટર, રસ્તાના કામો ઉપરાંત શહેરમાં ગંદકી ફેલાઈ છે જેથી તાકીદે ચીફ ઓફિસર નીમાય તે માટે ફરીથી ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રાલયમાં રજૂઆત કરી છે
તે ઉપરાંત મોરબી તાલુકા પંચાયત પણ સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની તાલુકા પંચાયત છે પરંતુ તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી હોવાથી તાલુકાનો વિકાસ ખોરંભે ચડ્યો છે જેથી તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ભરવા રાજ્યના પંચાયત મંત્રીને પુનઃ રજૂઆત કરી છે



