મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતા પાંચ ઈસમો ઝડપાયા, એકની શોધ શરૂ

 

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા પાંચ ઈસમો ઝડપાયા છે. જ્યારે એક આરોપી સ્થળ પર હજાર મળી ન આવતા પોલીસે તેની શોધ શરૂ કરી છે.

મોરબીમાં આરોપી હફિજાબેન રફિકભાઇ બ્લોચ ફુલછાબ કોલોની પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. મોરબીમાં આરોપી મધુબેન ઉમેશભાઇ અદગામા ઘુંટુ ગામની સીમ પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

વાંકાનેરમાં આરોપી મેરૂનબેન અબ્દુલભાઈ જેડા મીલપ્લોટ સહકારી મંડળી વાળી શેરીમાં પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના પાંચ લિટર દેશી દારૂ સાથે આવ્યો હતો.ટંકારામાં આરોપી જોશનાબેન અજયભાઇ વાઘેલા સ્મશાન પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

માળીયામાં આરોપી જેનાબેન અકબરભાઇ મોવર ત્રણ રસ્તા પાસે તેના રહેણાક મકાન પાસે રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ, રૂપિયા ૪૦૦ની કિમતનો ૨૦૦ લીટરના ઠંડા આથા સાથે મળી આવી હતી.

આ ઉપરાંત માળીયામાં જ હરીપર ગામની સીમ મોવર ટીંબા મોટાપીરની દરગાહ પાછળ વોકળા કાંઠે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૮૦૦ રૂપિયા ૧૬૦૦ તથા કેફી પ્રવાહી દેશી દારૂ ૫૦ લિટર રૂપિયા ૧,૦૦૦ અને લોખંડના જોઇન્ટ બેરલ નંગ-૦૨ મળી કુલ રૂપિયા ૨૬૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. જ્યારે આરોપી મહમદહનીફભાઇ કાદરભાઇ ભટ્ટી સ્થળ પર હાજર મળ્યો ન હતો. જેથી તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat