


મોરબીના લીલાપર ગામે સિરામીક નજીક જાહેર જુગાર રમતા ૬ જુગારીઓને મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી હતી અને રૂપિયા ૪૦૨૦નો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકા પોલીસની ટીમ લીલાપર ગામમાં પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન લીલાપર સિરામીક નળીયાના કારખાનામાં મજુરોની ઓરડી પાસે જાહેરમાં આરોપી રજનીભાઇ ઉર્ફે કાળુ અરવિંદભાઇ રાઠોડ, ચમનભાઇ પુજાભાઇ પરમાર, રાજુભાઇ ભાવસીંગભાઇ શેવાલે, દેવજીભાઇ ખેંગારભાઇ પરમાર, નારણભાઇ હરીચંદભાઇ પવાર, જ્ઞાનેશ્વરભાઇ શુક્લાલ શેવાલે ને જુગાર રમતા ઝડપી પાડીને તેની પાસેથી રૂપિયા ૪૦૨૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

