વાંકાનેરના જૂની રાતીદેવળી ગામે ગાળો બોલવાની ના કહેતા પાંચ શખ્શોનો હુમલો

વાંકાનેર તાલુકાના જૂની રાતીદેવલી ગામમાં જુના મનદુઃખનો ખાર રાખી ગાળો બોલતા હોય જે ગાળો બોલવાની ના કહેતા પાંચ ઇસમોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના જુના રાતીદેવળી ગામના રહેવાસી લાલજીભાઈ ભલાભાઈ વોરા (ઉ.વ.૫૬) પોલીસ ફરિયાદ નોંધાવી ચેક એ આરોપી વસંત ખેંગાર વોરા, કાળું વસંત વોરા અને પોપટ વસંત વોરાએ જુના મનદુઃખનો ખાર રાખી લાલજીભાઈ વોરાને ગાળો બોલતા હોય અને લાલજીભાઈના દીકરા પ્રકાશ ગાળો ના બોલવા ઠપકો આપતા સારું નહિ લાગતા આરોપીઓ વસંત ખેંગાર વોરા, કાળું વસંત વોરા, પોપટ વસંત વોરા, વિજય પરષોતમ વોરા, રમેશ ગોરધન વોરા રહે પાંચેય જૂની રાતીદેવળી તા વાંકાનેર વાળાએ લાકડાના ધોકા અને લોખંડ પાઈપ વડે પ્રકાશને ઈજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat