


સાપકડા ગામની સીમમાં વાડીમાં ઢોર ના આવે માટે લાકડાના થાંભલા ખોડતા હોય જે કાઢી નાખવાનું કહીને એક ઇસમેં ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી માથામાં ઈજા કરી હતી અને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
હળવદ તાલુકાના સાપકડા ગામના રહેવાસી ઘનશ્યામભાઈ પરષોતમભાઈ મકવાણાએ આરોપી મનસુખ ઉર્ફે મુના કાનજીભાઈ મકવાણા રહે સાપકડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ અને ફરિયાદીના ભત્રીજા વાડીમાં રેધીયાર ઢોર ન આવે માટે લાકડાના થાંભલા ખોડતા હતા અને આરોપી મનસુખ થાંભલા કાઢી નાખતો હતો જેથી ફરિયાદી સમજાવવા જતા આરોપીએ ફરિયાદીને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડી હતી જેથી આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી ઘનશ્યામભાઈના માથામાં લાકડાનો ધોકો મારી માથામાં ઈજા કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

