

ડેમી સિંચાઈ યોજના હેઠળના જળાશયો ખાલીખમ છે અને ખેડૂતોનો ઉભો પાક મુરઝાઈ જવા આવ્યો છે ત્યારે ડેમી ૨ અને ડેમી ૩ ડેમમાં પાણીની માંગ સાથે લડત ચલાવતા ખેડૂતો દરરોજ નવા કાર્યક્રમો આપી રહ્યા છે જેમાં આજે જળાશયમાં ખાડા ખોદીને પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો તેમજ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો
ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી ૨ અને ડેમી ૩ ડેમ ખાલીખમ હોય જેમાં સિંચાઈ માટે નર્મદા નીર આપવાની માંગ સાથે ૨૦ ગામના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે જે જેના આજે ચોથા દિવસે પણ ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો હતો અગાઉ ખેડૂતોએ ધરણા, સદબુદ્ધિ માટે હવન અને ખાલી ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમી વિરોધ દર્શાવ્યો હતો તો આજે ખેડૂતોએ ખાડો ખોદીને ખાલી જળાશયમાંથી પાણી કાઢવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો તેમજ ૨૦ ગામના ખેડૂતોના આંદોલનનો
આજે ચોથો દિવસ હોવા છતાં સરકારના કોઈ પ્રતિનિધિ હજુ તેમને પૂછવા પણ આવ્યો ના હોય તેવો વસવસો પણ ખેડૂતોએ વ્યક્ત કરી આક્રોશ ઠાલવ્યો હતો ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને તાકીદે પાણી ના મળે તો ઉભી મોલાત મુરઝાઈ જાય તેમ છે ત્યારે સરકાર તાકીદે પાણી આપે તેવી માંગ ખેડૂતો કરી રહયા છે
ખેડૂતોનો વિરોધનો વિડીયો…….