Billboard ad 1150*250 Billboard ad 1150*250

ભાજપનો ખેસ પહેરેલા ફોટો વાયરલ મામલે પાસ કન્વીનર મનોજ પનારાની પોલીસ અરજી

પૂર્વ પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકર સામે કરી પોલીસ અરજી

મોરબી પાસ કન્વીનર મનોજ પનારાના ભાજપનો ખેસ પહેરેલા ફોટો ગઈકાલે સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો અને મનોજ પનારા ભાજપમાં જોડાયા નથી તેવો ખુલાસો કર્યો હતો જોકે આ કૃત્ય કરનાર સામે મનોજ પનારાએ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે
મોરબી જીલ્લા પાસ કન્વીનર મનોજ પનારાએ એ ડીવીઝન પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે શનિવારે સાંજના સમયે વાવડી રોડ પર મોરબી નગરપાલિકાની પેટા ચુંટણી પ્રચાર અર્થે બીજેપી કાર્યકર્તા નીકળ્યા હોય અને મનોજ પનારા ત્યાંથી પસાર થતા સામાજિક કાર્યકરતાની રુએ તેને ભાજપ ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા દરમિયાન ત્યાં ઉપસ્થિત હંસાબેન ઠાકર (પૂર્વ નગરપાલિકા પ્રમુખ) તેના ખભા પર જબરદસ્તી ભાજપનો ખેસ પહેરાવી

ભાજપ કાર્યકર્તાઓએ ફોટો વાયરલ કર્યા છે તેઓ ભાજપમાં જોડાયા નથી અને આવા ફોટો પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી તેની કારકિર્દીને નુકશાન કરવાનું કૃત્ય કર્યું છે જેથી ધોરણસરની કાર્યવાહી કરી લોકોને કાયદાનું ભાન કરવો અને કાયદેસર એફ.આઈ.આર કરી આગળની કાર્યવાહી કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat