મોરબીના પંચાસર રોડ પર રીક્ષા અને બાઈક અથડાતા વૃદ્ધનું મોત

 

પંચાસર રોડ પર શિવ હોલ પાસે સીએનજી રીક્ષા અને બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક ૫૭ વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મોરબીના બગથળા ગામે રહેતા સંજયભાઈ હિતેશભાઈ સીતાપરાએ સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૪૬૮૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ ના રોજ ફરિયાદીના પાડોશી મહેશભાઈ પ્રભુભાઈ સરડવા (ઉ.વ.૫૭) વાળા મોરબીના પંચાસર રોડ શિવ હોલ સામેથી બાઈક જીજે ૦૩ સીએચ ૬૬૫૭ લઈને જતા હતા ત્યારે રીક્ષા ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ભટકાડી અકસ્માત કર્યો હતો

 

અકસ્માતમાં ફરિયાદીના પાડોશી મહેશભાઈ પ્રભુભાઈ સરડવાને માથા અને મોઢે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.