

મહેન્દ્રનગર ગામે રહેતા યુવાનની તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું જેથી પોલીસે તપાસ ચલાવી છે
મહેન્દ્રનગર ગામે રોયલ પાર્કમાં રહેતા કેતન હરિભાઈ મેરજા (ઉ.વ.૩૭) નામના યુવાનની તા. ૦૧ ના રોજ તબિયત બગડી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે

