

મોરબીના પાવડીયારી નજીક કેનાલમાં નજીક રાખેલ ડમ્પરનો ચાલક વીજ લઈને અડી જતા તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના સાઈવીન સિરામિક સત્યમ કાંટા નજીક રંગપર ગામની સીમમાં રહેતો જેલસિંહ પંજુસિંહ ભુરીયા (ઉ.૨૧) વાળો પાવડીયારી કેનાલ પાસે શ્રી રામ પ્લાઝા કોમ્પલેક્ષ સામે ડમ્પરમાં રાખેલ સામાન ઉતારવા માટે ડમ્પરની કેબીલ પર ચડતા ૧૧ કેવી ઈલેક્ટ્રીક તારને અકસ્માતે અડી જતા તેને શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે


