હળવદની સરા ચોકડી નજીક આઈસરમાં ક્રુરતા પૂર્વક પશુ બાંધીને લઇ જવાતા ગુન્હો નોંધાયો

હળવદની સરા ચોકડી નજીકથી આઈસર ગાડીમાં ક્રુરતા પૂર્વક બાંધીને લઇ જવા પશુ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
ધ્રાંગધ્રાના રહેવાસી અનોપસિંહ મુળુભા ઝાલા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જાવીદખાન ઇકબાલખાન એ પોતાની આઈસર ગાડી જીજે ૧૫ વાયવાય ૫૭૫૭ ના ઠાઠામાં કોઈ આધાર પુરાવા કે પરમીટ કે પ્રમાણપત્ર વગર હલન ચલન ના કરી શકે તેવી રીતે ટુકા દોરડા થી પાડા બાંધેલ હોય તેમજ ધાસચારા અને પાણીની વ્યવસ્થા વગર અને દયનીય હાલતમાં ટુકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધી પશુ પ્રત્યે ઘાતકી પણું દાખવી આઈસર ગાડીમાં ભરી નીકળતા જીવ એકની કિમત રૂ.૨૦૦૦ લેખે ૩૫ જીવની કીમત રૂ.૭૦,૦૦૦ ગણી તેમજ આઈસર ગાડી કીમત રૂ.૨,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રુ૨,૭૦,૦૦૦ મુદામાલ સાથે મળી આવ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.