મકનસર નજીકથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલી વીડી પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા તાલુકા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી મૃતક પુરુષનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા તેને ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે તેમજ મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે અજાણ્યા પુરુષ વિષે માહિતી આપવા માટે તાલુકા પોલીસ મથક ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ નો સંપર્ક કરવા જણાવ્યું છે. આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat