

બગથળા ગામે આવેલ નકલંકની જગ્યા ખાતે કારતક સુદ ૧ પડવાના દિવસે તા. ૨૦ ના રોજ અન્નકૂટ દર્શન અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારે ૯ વાગ્યાથી અન્નકૂટ દર્શન, સવારે ૦૯ : ૩૦ થી મહાપ્રસાદ અને રાત્રીના સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ભજનિક નિરંજન પંડ્યા (જેતપુર કાઠી) સંતવાણીની રમઝટ બોલાવશે. નવા વર્ષના પ્રારંભે યોજાનાર ધાર્મિક મહોત્સવમાં સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા નકલંક જગ્યાના મહંત દામજી ભગત દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.