મોરબી જીલ્લામાં જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીનો શુભારંભ

ગુજરાત સરકારના ચેરીટી તંત્રની મોરબી જીલ્લાની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેના ઉદ્ઘાટન પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, કચેરીના મુખ્ય અધિકારી સી.કે. જોષી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જીલ્લામાંથી અલગ થઈને મોરબી જીલ્લો બન્યા બાદ મોરબીમાં જીલ્લા કક્ષાની વિવિધ કચેરીઓનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં આજે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ જીલ્લામાંથી અલગ થયેલા મોરબી, ટંકારા અને માળિયા તાલુકા ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી હળવદ અને જામનગર જીલ્લાના અમરનના ચાર ગામો મોરબી જીલ્લામાં આવ્યા છે ત્યારે આ પાંચ તાલુકા અને જામનગર જીલ્લાના કેટલાક ગામોના સમાવેશ કરીને મોરબી જીલ્લામાં સમાવિષ્ટ કરેલી ટ્રસ્ટોની નોંધણી બાદ આ કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી જીલ્લામાં કુલ ૩૮૯૫ ટ્રસ્ટો નોંધાયેલા કાર્યરત થયા છે જેમાં ૮૮૬ ધાર્મિક ટ્રસ્ટો (હિંદુ ધર્મ, જ્ઞાતિ, સમાજ, વાડી,) ઉપરાંત ૧૭ ટ્રસ્ટ વકફ સિવાયના મુસ્લિમ ટ્રસ્ટો, ૧૪૦૯ ચેરીટેબલ ટ્રસ્ટો, ૭૯૯ મંડળી નોંધણી અધિનિયમ હેઠળ નોંધાયેલ મંડળીઓની ટ્રસ્ટ મળીને કુલ ૩૧૧૧ ટ્રસ્ટો અને ૭૮૪ મંડળી નોંધણી સહિતના કુલ ૩૮૯૫ ટ્રસ્ટ કાર્યરત થયા છે. આ તકે કચેરીના અધિકારી એ.એચ. ચાવડા, એન.એચ. ચાવડા, બી. એલ. માંડકીયા અને કે.આર. ભટેનીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat