ધો. ૧૦ ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ, પ્રથમ દિવસે ૧૮૫ વિદ્યાર્થીઓ ગેરહાજર

          આજથી બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં શુભારંભ થયો છે જીલ્લા કલેકટર અને શિક્ષણ અધિકારી સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ફૂલ આપી આવકારી મો મીઠા કરાઈ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજે પ્રથમ દિવસે ધોરણ ૧૦ માં ૧૮૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

 

          ધોરણ ૧૦ ની પરીક્ષામાં આજે ગુજરાતી વિષયના પેપરમાં ૧૨,૨૦૦ હાજર અને ૧૭૯ ગેરહાજર રહ્યા હતા અંગ્રેજી વિષયમાં અંગ્રેજી માધ્યમમાં ૩૯૪ હાજર અને ૦૬ ગેરહાજર રહ્યા હતા તેમજ સાહિત્યમ વિષયમાં તમામ ૧૫ હાજર રહ્યા હતા આજે કુલ ૧૨,૫૯૪ વિદ્યાર્થીઓ હાજર અને ૧૮૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા   

Leave A Reply

Your email address will not be published.