મોરબીમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, કાચની બોટલોના છુટા ઘા

મોરબીનાં મચ્છીપીઠમાં ગત રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જેમાં નજીવી બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને કાચની બોટલ તેમજ ધોકા વડે હુમલો કરી દેતા બે વાહનોમાં નુકશાન અને બે વ્યક્તિને ઈજા પહોંચી હતી

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રાત્રીના સુમારે બઘડાટી બોલી હતી જે મામલે ફરિયાદી યુસુફ વલીમાંમદ નોતીયાર રહે ઘાંચી શેરી વાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હુશેન સીદીક, જુસબ હુશેન, સલીમ ગુલાં, સિકંદર ગુલાં, ઇમરાન હુશેન, ટીકુ ગુલાં, હુશેન તેમજ હાજીભાઇના ત્રણ દીકરા અને અન્ય છ માણસોએ આરોપોના ભાઈના દીકરા સાથે સામું જોવા બાબતે બોલાચાલી થઇ હતી જેમાં આરોપીઓએ પથ્થરો અને કાચની બોટલના છુટા ઘા કરી ઈજા પહોંચાડી છે

તો સામાપક્ષે સબીર જુસબ હુશેન જોન્સનગર વાળાએ સામી ફરિયાદ નોંધાવી છે જેમાં જુસબ હુશેન ગુલામ, હનીફ હુશેન, અબ્દુલ હબીબ, હબીબ બાબા, અનવર દિલાવર, અસ્લમ મહેબુબ અને ઇમરાન તેમજ અન્ય ૧૦ થી ૧૫ અજાણ્યા ઈસમો બોલાચાલી થતા તેનો ખર રાખી મારામારી કરી ઈજા પહોંચાડી છે તો આ બનાવમાં બે થી ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે જયારે બે વાહનોમાં પણ નુકશાની થવા પામી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat