“રન ફોર યુનિટી”માં હજારો મોરબી વાસીઓ દોડ્યા, જુઓ વિડીયો

આજે લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભારત સરકારના આયોજન સંદર્ભે મોરબી નગરપાલિકા કચેરી ખાતેથી ’’રન ફોર યુનિટી’’નું કલેકરટ આર.જે.માકડીયાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું .

આ પહેલા ઉપસ્થિત શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થા તથા શહેરના નાગરીકોને મહાનુભાવો, અધિકારીઓ દ્વારા ’’એકતા શપથ’’ લેવડાવામાં આવ્યા હતાં. સરદાર પટેલના જય જયકારના નારા સાથે આ રેલી મોરબી શહેરના મુખ્યમાર્ગો પરથી નિકળીને સરદાર પટેલ પ્રતિમા, નવા બસસ્ટેન્ડ ખાતે પૂર્ણ થયેલ હતી. જયાં સરદાર પટેલ પ્રતિમા ને મહાનુભાવો દ્વારા ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat