માતાજીના માંડવાના પ્રસંગમાં ગાળો બોલવા બાબતે ટોકતા ચાર શખ્શોનો હુમલો

મોરબીનીએ જુના ઘુંટુ ગામેં માતાજીનો માંડવો પ્રસંગમાં ગાળો બોલવાની ના કહેતા સગા સહિતના કુલ ચાર શખ્શોએ યુવાનને માર મારી ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના જુના ઘુંટુ ગામ નજીકના રહેવાસી હરેશભાઇ ચતુરભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ઘરે માતાજીનો માંડવો હોય અને આરોપી બાબુ કરશન કોળી તેના ભાઈ રણજિતભાઈનો સાળો થતો હોય જેથી પ્રસંગમાં આવી તે શેરીમાં ગાળો બોલતો હોય જેથી ગાળો નહી બોલવા તથા પ્રસંગ નહી બગાડવાનુ કહી બાવડુ પકડી જવાનુ કહેતા આરોપીને ન ગમતા તેની દાજ રાખી અન્ય ત્રણ અજાણ્યા ઈસમોને બોલાવી લાકડી અને પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat