

મોરબી જીલ્લા ભાજપ સંગઠનના નવા હોદેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી હતી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા યથાવત રાખવામાં આવ્યા છે તે ઉપરાંત ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિતના નવા હોદેદારોની વરણી થઇ હોય જે નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ રવિવારે યોજાયો હતો
મોરબી જીલ્લા ભાજપના કમલમ કાર્યાલય ખાતે હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે જીલ્લા ભાજપના તમામ નવનિયુક્ત હોદેદારોને આજે સન્માનિત કરવામાં આવ્યા છે તેમજ ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓ માટે મંદિર સમાન બની રહેશે તેમજ આગામી ચુંટણીઓ અંગે જણાવ્યું હતું કે આવનાર સમયમાં તાલુકા, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા ચુંટણીઓમાં તમામ કાર્યકરો ખભે ખભો મિલાવી ભાજપનો ભગવો લહેરાવવા કામે લાગી જશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે
સમારોહમાં પ્રદેશ સહ કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, પૂર્વે મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા પંચાયત ચેરમેન અજયભાઈ લોરિયા, સહકાર ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવીયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા




