

શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાનના બહેન રીસામણે હોવાથી સમાધાન માટે ગયા હતા ત્યારે દંપતીએ યુવાનને માર મારી બચકું ભરી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મોહમદશરીફ હનીફ પાયકે (ઉ.વ.૩૮) નામના યુવાને આરોપીઓ સલીમ લોલાડીયા અને તેના પત્ની સઈદાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદીન બહેન રીસામણે હોવાથી સમાધાન માટે આરોપી સલીમના ઘરે ભાટિયા સોસાયટીમાં ગયા હતા ત્યારે આરોપી સઈદાબેને જેમફાવે તેમ બોલવા લાગતા ના પાડતા ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને હાથમાં બચકું ભરી લીધું હતું તેમજ આરોપી સલીમે ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

