બ્રહ્માકુમારીઝના સહ-પ્રશાસિકા બી.કે. જયંતી દીદીજીના મુખારવિંદે ‘સુખ જીવનનો સાર’ -સકારાત્મકતા  પર મુખ્ય પ્રવચન

'ગેટવે ટુ હેવન' મેગા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ભવ્ય આયોજન

 

મોરબીના આંગણે આગામી 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક ઐતિહાસિક આધ્યાત્મિક મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત વક્તા અને બ્રહ્માકુમારીઝ સંસ્થાના એડિશનલ ચીફ (સહ-પ્રશાસિકા) આદરણીય બી.કે. જયંતી દીદીજી (લંડન) પ્રથમવાર મોરબી પધારી રહ્યા છે અને તેમના દ્વારા જીવન પરિવર્તનકારી ઉદ્બોધન આપવામાં આવશે.

કાર્યક્રમની મુખ્ય રૂપરેખા:

સાંજે 4 વાગ્યાથી: કાર્યક્રમનો દિવ્ય પ્રારંભ “Gate Way to Heaven” (સ્વર્ગનું દ્વાર) મેગા લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા થશે. આ આકર્ષક શો ટેકનોલોજીના માધ્યમથી આધ્યાત્મિક રહસ્યોની ઝાંખી કરાવશે.

મુખ્ય પ્રવચન – બી.કે. જયંતી દીદીજી: કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દીદીજીનું પ્રવચન રહેશે. તેઓ “સુખ જીવનનો સાર: સકારાત્મકતા” વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપશે, જેમાં તણાવમુક્ત અને સુખી જીવન જીવવાની ચાવીઓ સમજાવવામાં આવશે.

સાંજે 5 થી 6 : “દિવ્ય સૂર ઝંકાર” – મધુર સંગીત સંધ્યા દ્વારા શ્રોતાઓને ભક્તિના સૂર સાથે જોડવામાં આવશે.

જાહેર આમંત્રણ:

આયોજકો દ્વારા મોરબીના દરેક નાગરિકને આ દિવ્ય અવસરનો હિસ્સો બનવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. “જીવનનો સાચો આનંદ માણવા અને આદરણીય દીદીજીના અનમોલ વિચારો સાંભળવા માટે આ કાર્યક્રમમાં પરિવાર અને મિત્રો સાથે પધારવા વિનંતી છે.”

સ્થળ અને સમય:

તારીખ: 4 ફેબ્રુઆરી, 2026 (બુધવાર)

સમય: સાંજે 4 થી 7 : 30 સુધી

સ્થળ: ક્લાસિક પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી.

Leave A Reply

Your email address will not be published.