મોરબીમાં પોલીસ સમન્વય ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીમાં સંસ્કાર બ્લડબેન્ક અને પોલીસ સમન્વય ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરેલ જેમા 61 મિત્રો એ બ્લડ ડોનેટ કરી સહયોગ આપ્યો હતો.બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓનો સંસ્કાર બ્લડ બેંક તથા પોલીસ સમન્વય ટીમ તરફથી આભાર વ્યકત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા પોલીસ સમન્વય ટીમ મોરબીના પ્રેસિડન્ટ સુરેશભાઈ સાકરીયા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat