આયુર્વેદિક જીવનશૈલી : રસોડાનું ઔષધ ગંઠોડા (પીપરીમૂળ) જાણો તેના અસંખ્ય ફાયદાઓ વિષે…

ચતુર ગુજરાતી ગૃહિણીઓના રસોડામાં ગંઠોડા કે પીપરીમૂળ પણ હોય જ છે ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પતિના મૂળયાની ગાંઠ છે આપણા ઘણા કુટુંબોમાં શરદી ઉધરસમાં ગંઠોડાની રાબ પીવાય છે ગંઠોડા ચા-શાકના ગરમ મસાલામાં પણ વપરાય છે આયુર્વેદની શરદી વાયુની દવાઓમાં વપરાય છે

છોટાનાગપુર ના પ્રદેશમાં બહેનોના માસિકસ્રાવની ગરબડ (પીડા સાથે ઓછું આવવું)માં તથા શરદીના વિકારોમાં ગંઠોળા નો ઉકાળો ગોળ નાખી પીવાય છે પ્રસૂતા દર્દીઓના સ્ત્રીઓના પહોળા થઇ ગયેલા ગર્ભાશય તથા યોનીમાર્ગને મુળ સ્થીતીમાં લાવવા માટે ઘી-ગોળ માં કરેલી ગંઠોડાની રાબ ટોનિક જેવું કામ કરે છે જે પ્રસૂતા બહેનોને પ્રસૂતિ થઈ જાય પછી ઓર(પ્લેસેન્ટા)ન પડે તે પાડવા ગંઠોડા નો ઉકાળો ગોળ નાખીને આપવાથી ઓર બહાર આવી જાય છે.
● ગુણધર્મો : આયુર્વેદ વિજ્ઞાન મુજબ ગંઠોડા કે પીપરીમૂળ સ્વાદમાં તીખા તીક્ષણ ગુણમાં લૂખા (રુક્ષ) ગરમ પિત્તદોષ કરનાર આમ કફ તથા વાયુ દોષ મટાડનાર ભૂખ તથા રુચિ વધારનાર જાડા ભેદનાર અને પેટના અને વાયુના દર્દો આફરો બરોળ ગોળો કૃમી દમ-શ્ર્વાસ ક્ષય મગજની નબળાઈ ગાંડપણ વાયુપ્રકોપ પ્રસૂતાને થયેલા (સુતીકા) રોગ માસિક ધર્મ સાફ ના આવવો અનીદ્રા ઉધરસ અને શ્વાસ જેવા રોગો મટાડવા ની શક્તિ ધરાવે છે.
આધુનિક મતે ગંઠોડા વાયુહર ઉત્તેજક લોહીને શુદ્ધ કરનાર અને ઝાડો સાફ લાવનાર છે તે વાજીકર અને સૂતીકા રોગ મટાડનાર છે.
● ઔષધ – પ્રયોગો ●
(૧) અનિદ્રા : ખૂબ વિચાર વાયુ કે વૃદ્ધાવસ્થાને કારણે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલો ગોળ તથા ઘી સાથે ખાવું અથવા દૂધમાં ખાંડ તથા થોડા નાખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
(૨)કફની ખાંસી : ગંઠોડા , સૂંઠ અને બહેડાંદળનુ ચૂર્ણ બનાવી રોજ મધમાં ચાટવાથી શરદી કફની ઉધરસ મટે.
(૩)ટાઢિયો તાવ(મેલેરિયા) : ગંઠોડાનું ચૂર્ણ એકથી બે ગ્રામ જેટલું મધમાં ચાટીને ઉપરથી ગરમ દૂધ પીવાથી ટાઢિયો (ઠંડીથી આવતો) તાવ મેલેરિયા મટે છે.
(૪)અમ્લપિત : (કફદોષપ્રધાન) અમ્લપિત્ત ના દર્દમાં ગંઠોડા ૧ થી ર ગ્રામ તથા સાકર ૪ – ૫ ગ્રામ મેળવી સવાર-સાંજ લેવાથી લાભ થાય છે.
(પ)શ્ર્વાસ : પીપરીમૂળ ખરલમાં ૨૪ કલાક સુધી સતત ઘૂંટી લઈ શીશી ભરી લો તેમાંથી ૨ ગ્રામ દવા મધમાં સવાર-સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે.
(૬)ઉલટી : પીપરીમૂળ તથા સૂંઠ સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી ૨ થી ૩ ગ્રામ જેટલું મધ સાથે લેવાથી વાયુ-કફની ઉલટી મટે છે.
(૭)વાયુવિકાર : ૨૫૦ ગ્રામ દૂધને ગરમ કરી અર્ધુ રહે તેમ ઉકાળીને પછી તેમાં ગંઠોડાનું ચૂર્ણ ૧૦ ગ્રામ નાખી સાકર કે ખાંડ નાખી ઉકાળી લો તે દૂધ રોજ સવારે એક વાર પીવાથી વાયુવિકાર ના તમામ દર્દીઓ મટે છે અથવા પીપરીમૂળ એરંડાના મૂળ ચિત્રક સૂંઠ ઘીમાં સાંતળેલી હીંગ તથા સિંધવ સરખે ભાગે લઇ ચૂર્ણ કરી ૨ થી ૩ ગ્રામ જેટલી માત્રા ગરમ પાણી સાથે લેવાથી દરેક જાતના વાયુ શુળ મટે છે.
(૮)રદય રોગ : પીપરીમૂળ (ગંઠોડા) તથા એલચી સમભાગે લઇ ચૂર્ણ કરી ત્રણ ગ્રામ જેટલી દવા મધ સાથે લેવાથી કફજ હૃદયરોગ મટે છે.
(૯)સોજા : શરીર પરના કોઈ પણ અંગમાં વાયુ કે કફના સોજા પર પીપરીમૂળને પાણી સાથે વાટી ગરમ કરીને લેપ કરવો તેમજ ગંઠોડા દેવદાર ચિત્રક અને સૂંઠ નાખી ગરમ કરેલું પાકું પાણી જ ખાવા-પીવામાં રોજ વાપરવાથી સોજા મટે છે.
(૧૦)ધાવણ વધારવા : ગંઠોડા કે કાળા મરી પાણી સાથે ખૂબ બારીક વાટીને દૂધમાં મેળવી(ખાંડ નાખી)માતાને રોજ પીવડાવવાથી તેના ધાવણમાં જલ્દીથી વધારો થાય છે.
નોંધ : ગંઠોડા મોટી વયના વ્યક્તિને લેવાની માત્રા ૧ વખતે એકથી બે ગ્રામ છે તે ગરમ હોય ને ગરમ પિત્ત પ્રકૃતિવાળા માટે તેનું વધુ સેવન હિતકારી નથી વળી તે દ્રષ્ટિ નેત્ર અને વીર્ય ઘટાડનાર છે તેના અતિરેકથી થયેલ હાનિ નીવારવા માટે બાવળ નો ગુંદર અથવા સફેદ ચંદન વાપરવું.

દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..

નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો : Raj Parmar : only whatsapp 97 22 666 44 2

Leave A Reply

Your email address will not be published.