વાંકાનેરના દીઘલીયા ગામે ઝઘડો ન કરવા સમજાવવા જતા છરી વડે હુમલો

 

દિઘલીયા ગામે ભત્રીજા સાથે બોલાચાલી કરનાર ઈસમને ઝઘડો ના કરવા સમજાવવા ગયેલ યુવાનને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના રહેવાસી રૂક્મુદીન હુશેન શેરશીયા (ઉ.વ.૩૯) વાળાએ તેના ગામમાં રહેતો આરોપી તન્વીર ગફાર ખલીફા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભત્રીજા સાથે આરોપી તન્વીરે બોલાચાલી કરી હોવાથી ઝઘડો ના કરવા સમજાવવા ગયા હતા ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી છરી વડે ડાબા ખંભા પર અને છાતીના ભાગે છરી વડે છરકા કરી ઈજા પહોંચાડી હતી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.